હાડકા અને સાંધાનો દુખાવો | Hadka Ane Sandha No Dukhavo

હાડકા અને સાંધાનો દુખાવો

હાડકા અને સાંધાનો દુખાવો | Hadka Ane Sandha No Dukhavo |

હાડકા અને સાંધાનો દુખાવો ખાસ કરીને શિયાળામાં શા માટે દુખાવો વધી જાય છે. સાંધામાં દુખાવો ઠંડીની ઋતુમાં સૌથી વધારે પરેશાન કરનાર સમસ્યાઓ માની એક સમસ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોને નથી થતી, પણ ગમે તે ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. એટલે કે નાનાથી લઈને મોટા સુધી ગમે તે વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે.

ઓર્થોપૅડિક અર્થાત હાડકાં-સાંધાની સમસ્યાઓને લગતો વિષય. આ એક એવું વિજ્ઞાન છે જે આપણાં શરીરના અસ્થિ-મજ્જાતંત્રની અનેક સમસ્યાઓમાં સચોટ સારવાર કરી તેની કામગીરીને યથાવત રાખે છે. પ્રાચીન સમયમાં પણ ઘણાં રોગો અને સમસ્યાઓ હતી જેના વિકલ્પ તરીકે ઓર્થોપૅડિક શાખા અસ્તિત્વમાં આવી. વિકાસના પહેલુઓની વાત કરીએ તો, જણાશે કે ઓર્થોપૅડિકની અનેક સમસ્યાઓમાં વિજ્ઞાનની આ શાખાએ છેલ્લા 60 વર્ષમાં પ્રગતિની હરણફાળ ભરી છે. 60 વર્ષ અગાઉ થયેલાં જોઈન્ટ રિપ્લેસમેન્ટના પહેલાં ઈમ્પલાન્ટ પછી આજે સર્જરીના ક્ષેત્રમાં અત્યાધુનિક રોબોટ આસિસ્ટેડ સર્જરીઝ પણ ઉપલબ્ધ છે. સર્જરીની અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે નોન-સર્જિકલ વિકલ્પો પણ એટલીજ વૈવિધ્યતા અને લાભો સહિત ઉપલબ્ધ છે.
દુર્ભાગ્યવશ આપણી લાઈફ-સ્ટાઈલ અને આદતોમાં ખોટા ફેરબદલને કારણે આપણાં સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરો થાય છે. શરીરના હાડકાં, સાંધા અને સ્નાયુઓને નુકસાન થાય છે અને રોગમાં વધારો થાય છે. આ સિવાય પણ લોકોને વ્યાપક રીતે હાઈ બીપી, ડાયબીટીઝ, ઓબેસીટી, હૃદયરોગ જેવી અનેક સમસ્યાઓ થઈ રહી છે. જીવનધોરણના આ પરિવર્તનોને કારણે આજે માનવીને તેની યુવાવસ્થામાં જ હાંડકા-સાંધાની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.

વધારે પડતી ઠંડીથી સાંધાઓ દુખે છે અને સાંધામાં દુખાવો વધે છે. જેથી હરવા-ફરવામાં મુશ્કેલી પડે છે. તો આખરે કેમ ઠંડીની ઋતુમાં સાંધામાં દુખાવો વધે છે અને કેવી રીતે આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે તો તેના વિશે આજે આપણે જાણીશું

હાડકા અને સાંધાનો દુખાવો
હાડકા અને સાંધાનો દુખાવો

હાડકા અને સાંધાનો દુખાવો ના કારણો

ઉંમરની સાથે-સાથે હાડકામાંથી કેલ્શિયમ અને અન્ય ખનિજ પદાર્થો ઘટવા લાગે છે. કોઈપણ સાંધામાં હાડકા એકબીજાના સંપર્કમાં નથી આવતા. સાંધાની વચ્ચે એક કાર્ટિલેજનુ એક લેયર હોય છે. જેવા આપણે વૃદ્ધ થવા લાગીએ છીએ, ત્યારે લેયર ને નરમ અને ચીકણો બનાવી નાખનાર લુબ્રિકન્ટ ઘટવા લાગે છે.

લિગામેઅન્ટસની લંબાઈ અને સ્થિતિસ્થાપકતા પણ ઓછી થાય છે. જેથી સાંધા જકડાઈ જાય છે. ઠંડીની ઋતુમાં સાંધાનો દુખાવો એટલે વધી જાય છે. ઠંડીના લીધે શરીરનું ઉષ્ણતાપમાન ઘટવાનું શરૂ થાય છે. શરીરમાં ઉષ્ણતાપમાન ની ઉણપ ના લીધે સાંધાની રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે એટલે કે સંકોચાવા લાગે છે.

જેથી સાંધા જકડાઈ જવાની સાથે દુખાવો શરૂ થાય છે. તો દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવવો જોઈએ, સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે હળદર અને અસ્થિ શ્રુખલા એટ્લે કે હાડસાંકળનો છોડ બનેનો ઉપયોગ ખૂબ જ લાભકારક રહે છે. આ વસ્તુ સાંધાના દુખાવામાં ખૂબ જ જલ્દી અસર કરે છે.

અન્ય કારણો

  • બેઠાડું જીવન – દૈનિક જીવનમાં પ્રવૃત્તિનો અભાવ, ઘરની કામગીરીમાં નહિવત સહયોગ, ચાલવાને બદલે મહત્તમ વાહનોનો ઉપયોગ
  • આઉટડર ગેમ્સ કે પ્રવૃત્તિમાં ઓછો રસ
  • આહાર-વિહારમાં પરિવર્તન – ફાસ્ટફૂડ અને પ્રિર્ઝવ્ડ ફૂડનો વધારે ઉપયોગ કરવાથી નુકસાન થાય છે.  ફળો, કઠોળ, લીલા શાકભાજી, ડ્રાયફ્રુટ્સનો ઓછો ઉપયોગ હાંડકા-સાંધાની સમસ્યાનું કારણ બને છે
  • વધુ વજન કે મેદસ્વીતા- ઉપરોક્ત ત્રણેય કારણોને લીધે વ્યક્તિનું વજન વધે છે, જે મેદસ્વીતાનું મોટુ પરિબળ છે.  સાંધા સંબંધિત સમસ્યાઓને વધારવામાં મેદસ્વીતા એક મોટું કારણ છે

હાડકા અને સાંધાનો દુખાવોના આયુર્વેદિક ઉપચાર

આહારમાં નિયમન

  • આહારમાં પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે તે અનુસાર કઠોળ, સિરિયલ્સ અને નટ્સ વિગેરેનો સમાવેશ કરવો જોઈએ
  • હાઈ મિનરલ્સ ફૂડ જેમાં સીડ્સ, ફળો, લીલા શાકભાજી, દૂધ અને દૂધની બનાવટો સમન્વિત હોય તેવો આહાર લેવો જોઈએ
  • જેમાંથી વિપુલ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેડ મળી રહે તેવો આહાર, ફળો તથા શાકભાજી લેવા જોઈએ
  • બાહ્ય પ્રવૃત્તિઓ અને રમતગમતમાં ભાગ લેવો – ફુટબોલ, વોલીબોલ, દોડવું, સ્વિમિંગ, કસરત કરવી વિગેરે જેવી રમતગમત અને બાહ્ય પ્રવૃત્તિઓમાં મહત્તમ ભાગ લેવો જોઈએ
  • યોગાસન અને પ્રાણાયામ વિગેરે નિયમિત કરવાથી શરીરની લચકતા અને સ્નાયુઓની કસરત વિગેરે થવાથી શરીરનું સંતુલન યોગ્ય રહે છે.

આ પણ વાંચો: ખીલ થવાના કારણો | ખીલ દૂર કરવાના ઉપાયો | khil dur karvana upay

સાંધાના દુખાવા માટે ઉપાયો

(૧) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો (લેમન ગ્રાસનો) ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉકાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.

(૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૩) દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.

(૪) સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.

(૫) અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૬) હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૮) ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૯) બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.

(૧૦) સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુ:ખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ તથા પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.

હાડકાં અને સાંધાના દુખાવાની સારવાર માટેની PDF:  ડાઉનલોડ કરો

સાંધાના દુખાવામાં હળદર નો કઈ રીતે ઉપયોગ કરવો :- 

સામાન્ય રીતે હળદરનો ઉપયોગ પાચનતંત્ર સુધારવા સોજાને ઓછા કરવા અને દુખાવામાં રાહત મેળવવા માટે અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. હળદરમાં કરકયુમિન નામનુ તત્વ જોવા મળે છે. જે લાંબા સમયના દુખાવાથી મુક્તિ અપાવે છે. સાથે સાંધા અને માંસપેશીઓમાં નરમાશ પણ લાવે છે.

જેનાથી સાંધાની પીડા ઓછી થાય છે. હળદર દુખાવામાં તથા સોજાને મટાડવામાં મદદ કરે છે. રાત્રે ઊંઘતા પહેલા કાચી હળદર અને દૂધ મિક્સ કરીને ઉકાળી લો, પછી દૂધ ઠંડું થતાં દૂધનું સેવન કરવું. આ દૂધનું સેવન કરવાથી હાડકાના દુખાવા માંથી, સંધિવાનો દુખાવો માંથી, આર્થરાઇટિસ માંથી પણ આપણે બચી શકીએ છીએ, અને જો તે આપણે રોગો થયા હશે તો ધીરે-ધીરે તે મટવા લાગશે.

સાંધાના દુખાવામાં અસ્થિ શ્રુખલા નો કઈ રીતે ઉપયોગ કરવો  :- 

આ એક આયુર્વેદિક ઔષધી છે. અસ્થિશ્રુખલા ને હાડકાને જોડવા માટે અસરકારક દવા મનાઈ છે. તેના છોડમાં લાલ રંગના વટાણાના દાણા જેવા ફળ લાગે છે. આ છોડની વેલ 6 મીટર લાંબી હોય છે. આ છોડની ખાસિયત એ છે. કે હાડકાંને જોડવાની સાથે સાથે સોજો પણ ઘટાડે છે. આ છોડ સાંધાના દુખાવાને દૂર કરે છે, અને હાડકાંને મજબૂત કરે છે.

અસ્થિ શ્રુખલામા સોડિયમ, પોટેશિયમ, કાર્બોનેટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને અનેક ગુણોથી ભરપૂર આ છોડની સરળતાથી ધરમા ઉગાડી પણ શકાય છે. તો ચાલો જાણીએ કે આ છોડનું સેવન કઈ રીતે કરવું જોઈએ.

અસ્થિ શ્રુખલાનો રસ કાઢીને તેને સવાર-સાંજ બબ્બે ચમચી પીવાથી આપણને હાડકાના દુખાવા માંથી સંપૂર્ણ મુક્તિ મળશે. પરંતુ કોઈપણ પ્રયોગ વૈદની નિશ્રા પ્રમાણે કરવો જરૂરી છે. કારણ કે તમને જે દુખાવો થાય છે કઈ ટાઈપ નો દુખાવો છે તેનું નિદાન થવું ખાસ જરૂરી છે. પરંતુ આ મેં જે વાત કરી કે છોડને એવું મનાય છે કે હાડકા ને જોડવા માટેનું મહત્વનું કામ કરે છે.

એટલા માટે હાડ સાંકળ નો છોડ ખૂબ જ ઉપયોગી છે. શિયાળો ઠંડીની ઋતુ સવારના તડકાની વીટામીન-ડી નો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તડકામાં બેસવાથી સાંધાના દુખાવા અને સોજામાં રાહત મળે છે. નિયમિત એક્સરસાઈઝ અને પૌષ્ટિક આહારનું સેવન કરવાથી સાંધાની ફ્લેકસીબીટી જળવાઈ રહે છે.

ખુરશી પર સતત છ- સાત કલાક બેસવાથી સાંધા જકડાઇ જવાની સમસ્યા શરૂ થાય છે. તેથી ઓફિસમાં દરેક બે કલાકના અંતરે થોડું આમતેમ ફરવુ જોઈએ અને થોડું ચાલવું જોઈએ. ઠંડીની ઋતુમાં થતા સાંધાના દુખાવાથી મુક્તિ મેળવવા માટે શરીરને ગરમાવો આપવો જરૂરી બની જાય છે. કારણ કે જ્યારે સ્કીન ઠંડી રહે છે અને પીડાનો વધારે અનુભવ થાય છે. તેથી ઠંડીમાં ગરમ કપડાં પહેરવાં જોઈએ.

Disclaimer:

અહીં આપેલ માહિતિ માત્ર સામાન્ય જાણકારી માટેની છે એનો ઉપયોગ તમારા ડોકટરની સલાહ વગર કરવો નહીં. અહીં આપેલી માહિતિ અધૂરી, ભૂલવાળી કે જુની હોઈ શકે છે. માટે તમારા ડોકટરની સલાહ મુજબ જ કોઇ પણ સારવાર કે જીવનશૈલીના ફેરફારો કરવા.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Author: Guide Team

Leave a Reply

Your email address will not be published.