પથરી દૂર કરવાના ઉપાયો | પથરી થવાના કારણો

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ પથરી – pathari – કિડની સ્ટોન વિશે જેમાં લોકો દ્વારા પૂછાતા પ્રશ્નો , પથરીની સારવાર કરવા શું કરવું?, પથરીની સારવાર કેવી રીતે કરવી?, પથરી દૂર કરવાના ઉપાયો શું છે, પથરી ના ઉપાય જણાવો, પથરી ની દવા, કિડનીની પથરી ની દવા, pathari ni dawa, pathari in gujarati, pathari mate dava,pathari ni dava gujarati ma, આ સર્વે પ્રશ્નો નો જવાબ આપવાનો પ્રયાસ કરેલ છે

પથરી | Pathari | કિડની સ્ટોન |પથરી દૂર કરવાના ઉપાયો | pathari ni dava gujarati ma

પથરી દૂર કરવાના ઉપાયો
પથરી દૂર કરવાના ઉપાયો

આજકાલ પથરી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કોઈપણ ઉમરની વ્યક્તિને પથરી થઇ શકે છે. જેમાં કીડની સ્ટોન તો સૌથી વધારે થતી હોય છે. યુરીન માં રહેલા કેમિકલ યુરિક એસીડ, ફોસ્ફરસ, કેલ્શિયમ, ઓક્સલીક એસીડ આ બધું ભળી ને પથરી બનાવે છે. આજના જમાના માં દર પાંચ વ્યક્તિએ એક ને પથરીની બીમારી છે. કીડની સ્ટોન વધારે પડતું કીડની માં થાય છે. પથરી જેમ મોટી તેમ તેનો દુખાવો વધતો જાય છે, માટે જ તેની શરૂઆતમાં જ તેનો ઇલાઝ કરી લવો હિતાવહ માનવામાં આવે છે. પથરી દૂર કરવાના ઉપાયો ઘરેલું ઉપચાર દ્વારા નિકાલ કરવો ખુબ જ સસ્તું અને સરળ છે, પથરીમાં વધારે માં વધારે પાણી પીવું જોઈએ.

શું છે કીડની સ્ટોન | પથરી શું છે :-

આયુર્વેદમાં પથરીને અશ્મરી કહેવામાં આવી છે. વાત્ત દોષને કારણે મૂત્રાશયમાં રહેલા શુક્રાણુઓ સહીત મૂત્ર અને પિત્ત ની સાથે સાથે કફ ને પણ સુકવી નાખે છે ને ત્યારે પથરી બને છે. જયારે આ પથરી મૂત્ર માર્ગમાં આવી જાય છે ત્યારે પેશાબ કરવામાં રુકાવટ આવે છે અને ખુબ જ દુઃખાવો થાય છે.

કીડની સ્ટોન ના પ્રકાર | પથરી ના પ્રકાર :-

પથરી એ દર્દીઓમાં જોવા મળતો એક મહત્વનો કિડનીનો રોગ છે. પથરી અસહ્ય દુખાવો, પેશાબમાં ચેપ અને કિડનીને નુકસાન કરી શકે છે. તેથી પથરી વિશે અને તેને અટકાવવાના ઉપાયો વિશે જાણવું જરૂરી છે.
અમુક દર્દીઓમાં પથરી ની સમયસર સારવાર ન લેવામાં આવે તો પથરી, પેશાબમાં ચેપ અને કીડનીને નુકસાન પણ કરી શકે છે. એકવાર પાથરી થાય તો વારંવાર પથરી થવી એ ખુબજ સામાન્ય છે.

કિડની માં પથરી કેટલા પ્રકાર ની હોય છે ?

કિડની ની પથરી ચાર પ્રકારની હોય છે.

1 કેલ્શિયમ ની પથરી (calcium stones) :- આ પ્રકાર ની પથરી સૌથી વધુ (આશરે ૭૦-૮૦%) પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. કેલ્શિયમ ની પથરી બનવાનું કારણ વધુ દર્દીઓમાં કેલ્શિયમ ઓક્ઝલેટ અને ઓછા દર્દીઓમાં કેલ્શિયમ ફોસફેટ છે.

2 સ્ટૃવાઈટ પથરી (struvite stones) :- સ્ટૃવાઈટ (મેગ્નેશિયમ એમોન્યમ ફોસ્ફેટ) પથરી આશરે ૧૦-૧૫% પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. આ પ્રકાર ની પથરી પેશાબ અને કિડની માં ચેપ નું કારણ બને છે. આ પ્રેકારની પથરી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

3 યુરિક એસીડ ની પથરી (uric acid stones). યુરિક એસીડ ની પથરી ખુબ ઓછા (આશરે ૫-૧૦%) પથરી ના દર્દીઓમાં જોવામળે છે. પેશાબ માં યુરિક એસીડ નું પ્રમાણ વધુ હોય અને પેશાબ સતત એસીડીક હોય ત્યારે આ પ્રકારની પથરી થવાનું જોખમ રહે છે. – ગાઉટ(gout), માંસાહારી ખોરાક, શરીર માં ઓછી માત્રા માં પ્રવાહી અને કેન્સર માટે ની કેટલીક દવાઓ (chemotherapy) બાદ આ પ્રકાર ની પથરી થવાનું જોખમ વધારે રહે છે. યુરિક એસીડ ની પથરી પારદર્શક હોવાથી એક્સ-રે ની તપાસ માં દેખાતી નથી.

4 સીસ્ટીન પથરી (cystine stones) :- આ પ્રકાર ની પથરી ખુબજ ઓછા પ્રમાણ માં અને અમુક વારસાગત સીસ્ટીન્યુંરિયા વાળા દર્દીઓમાં જ જોવા મળે છે. પેશાબ માં વધુ પ્રમાણ માં સીસ્ટીન (cystine) ને સીસ્ટીન્યુંરિયા કહેવાય છે.

આ પણ વાંચો: એનર્જી ડ્રિંક પીવાના નુકશાન | એનર્જી ડ્રિંક ના નુકશાન

પથરી થવાના કારણો :-

આજકાલ કીડની સ્ટોન થવું એ સામાન્ય બાબત થઇ ગઈ છે. તેના લક્ષણો દેખાતા જ તેનો ઇલાઝ શુરુ કરી દેવો જોઈએ, નીચે આપેલા કારણો પથરી માટે જવાબદાર છે.

 • ખુબ જ ઓછું પાણી પીવું.
 • યુરીનમાં કેમિકલ ની માત્રા વધી જવી.
 • શરીરમાં મિનરલ્સ ની ઉણપ જણાવી.
 • ડીહાઈડ્રેશન
 • વારસાગત પથરી થવાની તાસીર
  ખોરાક: માંસાહારી (વધુ પ્રોટીન ધરાવતો) ખોરાક,
 • ખોરાકમાં નમક (salt) અને ઓક્ષલેટ નું વધુ પ્રમાણ અને ખોરાક માં ફળો અને પોટેશિયમ નું ઓછુ પ્રમાણ.
 • પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતા ઘણુંજ વધારે પુરૂષોમાં જોવા મળે છે. કિડની ની પથરી હોય તેવાં દર્દીઓમાંના ૭૫% અને મૂત્રાશય ની પથરી હોય તેવા દર્દીઓમાંના ૯૫% પુરૂષો હોય છે.
 • લાંબો સમય પથારી વશ રહેવું
 • જે વ્યક્તઓ ખુબ ગરમ કે ભેજવાળા વાતાવરણ માં રહેતા હોય
 • વારંવાર મુત્રમાર્ગનો ચેપ
 • મૂત્રમાર્ગમાં અવરોધ
 • ખોરાકમાં વિટામીન સી કે કેલ્શિયમ નુ અત્યંત વધારે પ્રમાણ
 • હાઈપર પેરાથારોઈડિઝમની તકલીફ
 • દુઃખાવો ન કરતી પથરીને કારણે કિડની બગડવાનો ભય વધારે રહે છે.
 • શરીરમાં વિટામીન ડી નું વધારે પ્રમાણ હોવું.
 • જંક ફૂડ નું વધારે પડતું સેવન.

પથરી ના લક્ષણો | કીડની સ્ટોન ના લક્ષણો :-

નીચે આપેલા નિમ્નલિખિત લક્ષણો પથરી થવા માટે જવાબદાર છે.

 • પેશાબ કરતી વખતે દર્દ થવું.
 • પીઠ ના નીચેના ભાગમાં દુકાવો થવો, પેટમાં દુખાવો થવો.
 • પેશાબમાં લોહી પડવું.
 • ઉલટી થવી, ગભરામણ થવી.
 • પેશાબ વાસ કરવો.
 • વારંવાર પેશાબ કરવા જવું, પરંતુ પેશાબ આવવો નહિ.
 • સામાન્ય રીતે પથરીની બીમારી ૩૦ થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન અને સ્ત્રી કરતા પુરુષોમાં ત્રણથી ચાર કરતાં ગણી વધારે જોવા મળે છે.
 • ઘણીવખત પથરીનું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરીનાં કોઈ ચિહનો હોતાં નથી, તેને Silent Stone કહે છે.
 • પીઠમાં અને પેટમાં સતત દુઃખાવો થાય.
 • ઊલટી-ઊબકા થાય.
 • પેશાબમાં લોહી જાય.
 • પેશાબ કરતી વખતે દુઃખાવો અથવા બળતરા થાય
 • જો પથરી મુત્રનલીકામાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય.
 • પેશાબ માં પથરી નીકળવી.
 • અમુક દર્દીઓમાં પથરી ના લીધે વારંવાર મૂત્રમાર્ગ માં ચેપ અને પેશાબ માં અવરોધ ના કારણે કિડની ને સામાન્ય થી લઈ ને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
 • પેશાબમાં બળતરા થાય.
 • પેશાબમાં વારંવાર ચેપ થાય.

પથરી દૂર કરવાના ઉપાયો :-

પથરીની સારવાર વરીયાળી દ્વારા:-

વરીયાળી ની તાસીર ઠંડી માનવામાં આવે છે. વરીયાળી, સુકા ધાણા, અને સાકર આં બધું ૫૦-૫૦ ગ્રામ લઈને રાત્રે ૧.૫ કપ પાણીમાં પલાળી લો. થોડી વાર રહીને અથવા સવારે આ પાણી પીવાથી અમુક જ દિવસોમાં પથરી પેશાબ વાટે નીકળી જાય છે.

પથરીની સારવાર તુલસી ના ઉપયોગ દ્વારા:-

પ્રાચીન સમય થી તુલસીનો ઉપયોગ પથરીના ઈલાઝ્માં કરવામાં થતો આવ્યો છે. દરરોજ ૮-૧૦ તુલસીના પાંદડા ને ચાવીને ખાવાનું રાખવું. તુલસીમાં એસીડીટ તત્વો અને અન્ય જરૂરી એવા તેલ હોય છે જે પથરીને તોડીને પેશાબ વાટે નીકળવામાં મદદ કરે છે.

પથરી દૂર કરવાના ઉપાયો મા બીલીપત્ર નો ઉપયોગ :-
બીલીપત્ર ને પાણી માં નાખીને પીસી લો. તેમાં ચપટી એક મરી પાવડર નાખીને લગાતાર બે અઠવાડિયા સુધી સેવન કરવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

પથરી દૂર કરવાના ઉપાયો મા લીંબુ અને ઓલીવ ઓઈલ દ્વારા:-
૪ ચમચી લીંબુનો રસ, અને તેના સરખા ભાગનું ઓલીવ ઓઈલ લઈને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને જરૂરિયાત મુજબ પાણીમાં નાખીને પીવું. દિવસમાં ૨-૩ વાર આ પાણી પીવું. આ પ્રયોગ કરવાથી પથરી અવશ્ય બહાર નીકળી જાય છે. પાથરી નીકળી ગયા પછી આ પ્રયોગ કરવો નહિ.

પથરી ના ઉપાય મા સફરજન નો વિનેગર :-
સફરજનના વિનેગર માં ક્ષારીય ગુણો હોય છે. જે કીડની સ્ટોન ને ઓગળે છે. લાગ્બાહ ૧ કપ નવશેકા પાણીમાં ૨ ચમચી વિનેગર અને ૧ ચમચી મધ નાખીને દિવસમાં તારણ થી ચાર વખત પીવું. અવશ્ય ફાયદો થાય છે.

પથરી દૂર કરવાના ઉપાયો
પથરી ના ઉપાય દાડમનું જ્યુસ નો ઉપયોગ :-
દરરોજ દાડમનું જ્યુસ પીવાથી પથરીમાં ખુબ જ ફાયદો થાય છે. દાડમ માં રહેલ પોટેશિયમ પથરી બનતી અટકાવે છે.

તરબૂચ પથરીમાં ઉપયોગી :-
તરબુચમાં પોટેશિયમ હોય છે. પોટેશિયમ આપણી કીડની ને મજબુત બનાવે છે. તે યુરીનમાં એસીડ ના લેવાન ને સપ્રમાણ રાખે છે. તરબુચમાં પોટેશિયમ ની સાથે સાથે પાણીની માત્રા પણ સારા એવા પ્રમાણમાં હોય છે, અને પથરીમાં ખુબ જ પાણી પીવું જોઈએ. તરબૂચ ના જ્યુસમાં ધાણા નો ભુક્કો નાખીને પીવાથી લાભ થાય છે.

ઘઉંના જ્વારાનો રસ પથરીમાં :-
કુદરતી રીતે પથરીને ઓગળવાનો એક ઉપચાર ઘઉંના જવારા નો રસ પીવું છે. દરરોજ નિયમિત ઘઉંના જવારાનો જ્યુસ કાઢી લો. તેના ૧ ગ્લાસ રસમાં ૧ચમ્ચિ લીંબુનો રસ, ૧ ચમચી મધ નાખીને પીવાનું રાખવું. દિવસમાં ૨-૩ વખત આ રસ પીવાથી અમુક જ દિવસમાં પથરી ઓગળીને નીકળી જાય છે.

પથરી ની દવા | Pathari ni dawa
પથરી ની દવા તરીકે રાજમા નો ઉપયોગ | pathari ni dawa tarike rajma no upyog :-
રાજમા માં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે. રાજમા નું સેવન એ કોઈપણ પ્રકાર ના સ્ટોન ને તોડીને બહાર કાઢી શકે છે. રાજમા ના પલાળીને તેને ઉકાળી લો. તે પાણી ને ઠંડુ કરીને પીવું. અમુક દિવસો સુધી રાજ્માંનું પાણી પીવાથી, રાજમાનો સૂપ પીવાથી રાજમાં ની સબ્જી ખાવાથી ઝડપ થી લાભ થાય છે.

પથરી ની દવા તરીકે ગળા વેલ નો ઉપયોગ | pathari mate dava gadu vel no upyog :-
ગળા વેલની ડાળખી નું ચૂર્ણ ૧૦ ગ્રામ, આંબળા ૧૦ ગ્રામ, સુંઠ ૫ ગ્રામ, ગોખરું નું ચૂર્ણ ૩ગ્રામ, અશ્વગંધા નું ચૂર્ણ ૫ ગ્રામ આ બધું લઈને તેને ૧૦૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો બનાવી લો. નિયમિત રીતે આ ઉકાળો દિવસ માં એક વખત પીવો. અમુક મહિના સુધી આ ઉકાળો પીવાથી પથરી અવશ્ય ઓગળીને નીકળી જાય છે.

આંબળા નું સેવન પથરીમાં :-
પેશાબ કરતી વખતે બળતરા થાય, તો આંબળા તેનો બેસ્ટ ઉપચાર છે. આંબળાનો રસ કાઢીને તેમાં સાકર અને ઘી નાખીને તે રસનું સેવન કરવું. આંબળા ના રસમાં એલચીનો ભુક્કો નાખીને પીવાથી પણ અચૂક લાભ થાય છે.

અશ્વગંધા પથરીના ઈલાઝ્માં ઉપયોગ કરવાની રીત | pathari ni dawa ashwagandha no upyog :-
અશ્વગંધાના મુળિયા નો નવસેકો રસ પીવાથી પથરીમાં લાભ થાય છે. અશ્વગંધા નો રસ અને આંબળા નો રસ સરખી માત્રામાં લઈને દરરોજ અડધો કપ રસ પીવાથી પણ ફાયદો થાય છે. લગભગ ૨ મહિના સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થાય છે.

આ પણ વાંચો: આધાશીશી માઈગ્રેન વિશે માહિતી | માઈગ્રેન – આધાશીશી નો ઉપચાર

પથરી ના ઘરેલુ ઉપાય | અન્ય નાના નાના ઘરેલું ઉપાયો |પથરી દૂર કરવાના ઉપાયો | pathari ni dava gujarati ma :-

દ્રાક્ષનું સેવન કરવું પથરીમાં સારું માનવામાં આવ્યું છે, દ્રાક્ષમાં પોટેશિયમ અને નમક હોય છે અને સાથે સાથે પાણીનું પ્રમાણ પણ હોય છે.જે કીડની સ્ટોન ને ઓગાળવામાં મદદ કરે છે.

ડુંગળી માં અનેક ઔષધીય ગુણો રહેલા છે, ૨ ડુંગળી ને ૧ ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપે ઉકાળો. તે ચળી જાય એટલે તેને ઠંડી કરી લો. હવે ડુંગળીને પીસીને તેને ગાળીને તેનો રસ પીવો.

ખજુર ને આખી રાત પાણીમાં પલાળી લો. સવારે આ ખજુર ને ખાવાથી લાભ થાય છે. ખજૂરમાં ફાઈબર ની માત્રા સારી હોય છે, જે પથરીને વધવા દેતી નથી.

લોકો ને પથરી ને સંબંધિત મુજ્વતા કેટલાક પ્રશ્નો

 • પથરી in English word

અંગ્રેજી મા પથરી ને Kidney stone કહે છે

 • પથરી નો દેશી ઇલાઝ શું છે ?

આમ તો પથરીના અનેક દેશી ઇલાઝ છે. એક ગ્લાસ પાણીમાં મોટી એલચીના દાણા એક ચમચી જેટલા, ૧ ચમચી ખાંડ, અને થોડાક તરબુચના બીજ આ બધાને પલાળીને દરોજ સવારે તે પાણી પી જવું અને આ પલળેલી ઔષધી ચાવીને ખાઈ જવી. થોડાક જ દિવસોમાં પથરી ઓગળીને બહાર નીકળી જશે.

 • લીંબુ ખાવાથી પથરી નીકળી જાય છે ?

હા, લીંબુના સેવન થી પથરીનો ઇલાઝ કરી શકાય છે. દરરોજ લીંબુ નું પાણી પીવાથી પથરી વધવાની ઓછી થઇ જાય છે. લીંબુમાં કુદરતી એસીડીક તત્વ હોય છે જે પથરી ને વધતી અટકાવે છે.

 • પથરીમાં કયા ફળ ખવાય ?

પથરી માં લીંબુ, સંતરા, મોસંબી, વગરે દો જેમાં એસીડીક તત્વો હોય સાથે સાથે દેશી ચણા પણ પથરીમાં ખાઈ શકાય છે. ગાજર ખાવામાં આવે તો એ પણ સારું માનવમાં આવે છે, ગાજરમાં ફોસ્ફેટ અને વિટામીન એ મળી રહે છે જે પથરીને તોડવામાં મદદ કરે છે.

 • પથ્થરચટ્ટા નું સેવન કેવી રીતે કરવું ?

પથ્થરચટ્ટા ના પાંદડા ને નવશેકા પાણી સાથે સેવન કરવા જોઈએ. નિયમિત દરરોજ તેનું સેવન કરવું જોઈએ. દિવસમાં ૨ પાંદડાનું સેવન ભૂખ્યા પેટે અવશ્ય કરવું જોઈએ.

 • પથરી બનતી અટકાવવા માટે કઈ પ્રકાર નું પ્રવાહી લેવું જોઈએ?

પ્રવાહીમાં નારીયેળ પાણી, જવ નું પાણી, પાતળી છાસ, સાદા ઠંડા પીણા (જેમ કે મીઠા વગર ની સોડા, લેમન), પાઈનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણ માં લેવાથી પથરી બનવા ની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ પ્રવાહીમાં ૫૦%જેટલું પ્રવાહી સાદું પાણી લેવું જરૂરી છે.

 • પથરી ની તકલીફ હોય તેવી વ્યક્તિ એ ક્યાં પ્રકાર ના પ્રવાહી ન લેવા જોઈએ ?

દ્રાક્ષ નો રસ, એપલ જ્યુસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડ વાળા ઠંડા પીણા જેમ કે કોકા કોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે ન લેવા.

મીઠું (નમક) ઓછુ લેવું (salt restriction) ખોરાક માં વધુ પડતું મીઠું (નમક-સોડીયમ) લેવાથી કેલ્શિયમ ની પથરી થવાનું જોખમ ખુબ વધી જાય છે. આથી પથરીના દરેક વ્યક્તિ એ ખોરાક માં નમક ઓછા પ્રમાણ માં લેવું અગત્ય નું છે.

માંસાહારી ખોરાક ન લેવો :- માંસાહારી ખોરાક જેમ કે મટન, ચીકન, માછલી, ઈંડા વગેરે ન લેવા. આ માંસાહારી ખોરાક માં વધુ પ્રમાણ માં યુરિક એસીડ ધરાવતા હોવાને કારણે યુરિક એસીડ સ્ટોન અને કેલ્શિયમ સ્ટોન થવાની શક્યતા હોય છે.

પાણી વધારે પીવું તે પથરીની સારવાર અને ફરી થતી અટકાવવા માટે ખુબ જ જરૂરી છે.

સમતુલિત ખોરાક :- લીલા શાકભાજી અને તાજા ફળો નું વધારે પ્રમાણ ધરાવતા સમતુલિત ખોરાક લેવો ફળોમાં કેળા, મોસંબી, ચેરી, પાઈનેપલ, અને શાકભાજી માં ગાજર, કારેલા, શીમલા મિર્ચ વગેરે વધુ લેવા.

વ્હાઈટ બ્રેડ, પાસ્તા અને વધુ ખાંડયુક્ત ખોરાક ન લેવો કારણ કે વધુ ગળપણ વાળો ખોરાક કિડની માં પથરી થવા માટે મદદ કરે છે.

અન્ય સૂચનાઓ :- વિટામીન સી વધુ માત્રા માં ન લેવું. રાત્રે વધુ ભારે ખોરાક ન લેવો, મેદસ્વી વ્યક્તિઓ માં પથરી નું જોખમ વધારે હોવાને કારણે સમતોલ ખોરાક લઈ વજન કાબુમાં રાખવું.

આ પણ વાંચો: ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય | આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવાના ઉપાય

પથરી ના પ્રકાર મુજબ જરૂરી કાળજી :-

કેલ્શિયમની પથરી માટે કાળજી :-

ખોરાક :- પથરીના દર્દીઓએ કેલ્શિયમ ધરાવતો ખોરાક ઓછો લેવો જોઈએ તે ખોટી માન્યતા છે. રોજ ના ખોરાક માં કેલ્શીયમ ધરાવતા દૂધ, દૂધ ની વાનગીઓ વગેરે નો સમાવેશ કરવાથી પથરી બનતી અટકાવી શકાય છે. કેલ્શિયમ ખોરાક્માંના ઓક્ષલેટ સાથે ભળી તેનું પેટમાંથી શોષણ ઘટાડે છે. અને આ પ્રકારે પથરી બનતી અટકાવે છે. ખોરાકમાં ઓછુ કેલ્શિયમ હોય ત્યારે પેટમાંથી ઓક્ષલેટ નું વધુ પ્રમાણ માં શોષણ પથરી બનવામાં મદદ કરે છે.
વધારે કે ઓછુ કેલ્શિયમ ધરાવતો ખોરાક ન લેવો કારણકે બન્ને પથરી થવા નું જોખમ વધારે છે.
દવાઓ :- કેલ્શિયમ ની પથરી થતી અટકાવવા માટે થાયેઝાઈડ નામ ની દવાઓ મદદ રૂપ થાય છે.
અન્ય સૂચનો :- વજન ઘટાડવો.
ઓક્ષલેટ ધરાવતી પથરી માટે પરેજી :
નીચે મુજબનો વધુ ઓક્ષલેટ ધરાવતો ખોરાક ઓછો લેવો.

શાકભાજી: ટમેટા, ભીંડા,રીંગણા,પાલકની ભાજી, સરગવો,કાકડી.
ફળો: સ્ટ્રોબેરી, રાસબેરી, ચીકુ, આમળા, સીતાફળ, કાજુ.
પીણાં: કડક ઉકાળેલી ચા, દ્રાક્ષનો જ્યુસ, કેડબરી, કોકો, ચોકલેટ,થમ્સ-અપ, પેપ્સી, કોકાકોલા.
૮૦% દર્દીર્ઓમાં પથરી ફરીથી થઈ શકે છે, તેથી હંમેશા પરેજી અને સૂચના મુજબ તપાસ જરૂરી છે.
યૂરીક ઍસીડ સ્ટોન ધરાવતા દર્દીઓ માટે સૂચનાઓ:
પુષ્કળ પાણી પીઓ.
દરરોજ કસરત કરો અને વજન ઘટાડો.
કઠોળ તથા નોન -વેજ ખોરાક ન લેવો.
શાકભાજી જેમ કે કારેલા, લીંબુ,અને ગાજર વધુ લેવા.
શાકભાજી જેમ કે ફ્લૉવર ,પાલક, ટામેટા, સૉયાબીન, શતાવરી ન લેવા.
આલ્કહૉલ યુક્ત પીણા નુ સેવન ન કરો.
ચરબી યુક્ત ખોરાક જેમ કે સલાડ ડ્રેસિંગ , આઇસ્ક્રીમ, તળેલા પદાર્થ ન લેવા .
ઠંડા પીણા તથા ખાંડ યુક્ત ઠંડા પીણા ન લેવા.
દિવસ મા ચા / કોફી બે વખત થી વધુ વાર ન લેવા.
મૂત્રમાર્ગમાં પથરીની સારવાર :
પથરી માટે કઈ સારવાર જરૂરી છે તે પથરીના કદ, પથરીનું સ્થાન, તેને કારણે થતી તકલીફ અને જોખમોને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે. આ સારવારના બે મુખ્ય પ્રકાર છે :

(એ) દવા દ્વારા સારવાર (Conservative Medical Treatment) (બી) મુત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર (ઓપરેશન, દૂરબીન, લીથોટ્રપ્સી વગેરે)

દવા દ્વારા સારવાર :

૫૦% કરતાં વધુ દર્દીઓમાં પથરી નાની હોય છે અને કુદરતી રીતે જ ત્રણથી છ અઠવાડિયામાં પેશાબમાં નીકળી જાય છે. આ દરમ્યાન દર્દીને પીડામાં રાહત આપવા અને પથરી ઝડપથી નીકળે તે માટે મદદ કરવા આ સારવાર આપવામાં આવે છે.

દવા તથા ઈન્જેકશનો : પથરીના અસહ્ય દુ:ખાવાને ઘટાડવા કે મટાડવા માટે સમયસર, આખો દિવસ પુરતી અસર કરે તેવી દર્દશામક (analgesic) ગોળી કે ઈન્જેકશનનો ઉપયોગ કરવામા આવે છે.

મૂત્રવાહિની ના મધ્ય અને નીચે ના ભાગમા આવેલી પથરી સફળતાપૂર્વક ઓપેરેશન વગર દુરબીન થી કાઢી શકાઈ છે.

વધારે પ્રવાહી:
દુખાવો મટી જાય ત્યાર બાદ પથરીના દર્દીઓને વધારે પ્રવાહી-પાણી પીવાની સુચના આપવામાં આવે છે. વધારે પ્રવાહી લેવાથી પેશાબનું પ્રમાણ વધે છે અને તેથી પેશાબમાં પથરી નીકળી જવામાં મદદ મળે છે.

જ્યારે ઊલટીને કારણે પ્રવાહી પીવું શક્ય ન હોય તેવા દર્દીઓને બાટલા દ્રારા પ્રવાહી આપવામાં આવે છે. બીયર પીવો તે પથરી કાઢવાં માટે ની અકસીર સારવાર છે તે ખોટી માન્યતા છે. પેશાબ માં ક્યારે પથરી નીકળે તે નક્કી નથી હોતું આથી પેશાબ ગરણીમાં કરવો તે પથરી મેળવવાની સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે.

પેશાબના ચેપની સારવાર :
પથરીના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપનો પ્રશ્ન જોવા મળે છે, જેની એન્ટીબાયોટીકસ દ્રારા યોગ્ય સારવાર કરવામાં આવે છે.

અન્ય સૂચનો: :- કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ અને આલ્ફા-બ્લોકર્સ દવાઓ પથરી ને કુદરતી રીતે નીકળવા માં મદદ કરે છે.

પથરી ના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપ ની તકલીફ જોવા મળે છે. જેની યોગ્ય સારવાર જરૂરી છે.

મૂત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર:
સર્જીકલ સારવાર :- વધારે પ્રવાહી, ખોરાક માં પરેજી અને યોગ્ય દવા દ્વારા પૂરતા સમય માટે સારવાર છતાં ઘણા દર્દીઓ પથરી કુદરતી રીતે નીકળતી નથી. આવી પથરીઓ ની સારવાર માટે જુદા-જુદા ઘણા સર્જીકલ પદ્ધતિ ઓના વિકલ્પો છે. સૌથી વધુ વપરાતી પદ્ધતિઓ લીથોટ્રીપ્સી (ESWL), પરક્યુટેન્યસ નેફોલીથોટ્રીપ્સી (PCNL), યુરેટરો સ્કોપી છે. જયારે ઓપરેશન કરી (open surgery) પથરી કાઢવાની જરૂરિયાત ખુબજ ઓછા દર્દીઓમાં પડે છે.

કુદરતી રીતે નીકળી ના શકે તેવી પથારીઓ કાઢવા માટે જુદા જુદા ઘણા વિકલ્પો છે. પથરીના કદ, સ્થાન અને પ્રકારને ધ્યાનમાં લઇ કઈ પદ્ધતિ દર્દી માટે ઉતમ છે તે યુરોલોજિસ્ટ અથવા સર્જન નક્કી કરે છે.

પૂરતું પ્રવાહી લેવાયા ની ખાત્રી એટલે કે આખો દિવસ પાણી જેવો ચોખ્ખો પેશાબ.

શું દરેક પથરી તાત્કાલિક કાઢવી જરૂરી છે?
ના, જો પથરીને કારણે મુત્રમાર્ગમાં અવરોધ ન હોય, કિડની બગડતી ન હોય, દુઃખાવો થતો ન હોય, પેશાબમાં ચેપ કે લોહી આવતા ન હોય તો આવી પથરીને તાત્કાલિક કાઢવાની જરૂર રહેતી નથી. ડોક્ટર આ પથરી પરની કાળજીપૂર્વકની દેખરેખ દ્વારા ક્યારે અને કઈ પદ્ધતિથી તેને દુર કરવી હિતાવહ છે તેની સલાહ આપે છે.

જે પથરીને કારણે મૂત્રમાર્ગમાં અવરોધ થાય,
પેશાબમાં વારંવાર લોહી કે રસી આવે કે કિડનીને નુકસાન થતું હોય તેને તાત્કાલિક કાઢવી જરૂરી છે.
ખુબજ મોટી પથરી જે કુદરતી રીતે નીકળી ન શકે.
મૂત્રમાર્ગ માં અવરોધ કરતી પથરી જેને કારણે કિડની ફૂલી ને બગડી શકે.
લીથોટ્રીપ્સી (ESWL – Extracorporeal shock wave lothotripsy) :
કિડની અને મૂત્રવાહીનીના ઉપરના ભાગમાં આવેલી પથરીઓ દૂર કરવાની આ અત્યંત આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.

આ પદ્ધતિમાં ખાસ જાતના લોથીટ્રીપટર મશીનમાંથી ઊત્પન્ન કરેલાં શક્તિશાળી મોજાં (Shock Waves) ની મદદથી પથરીનો રેતી જેવો ભૂકો કરવામાં આવે છે, જે ધીમે ધીમે થોડા દિવસોમાં પેશાબ સાથે બહાર નીકળી જાય છે. લીથોટ્રીપ્સી કર્યા બાદ દર્દીને ખુબ પ્રવાહી પીવાનું કહેવામાં આવે છે જેથી ભૂકો થઈ ગયેલી પથરી સરળતાથી પેશાબ માં નીકળી જાય.

મોટી પથરી માટે લીથોટ્રીપ્સી કરવામાં આવે ત્યારે પથરીનો ભૂકો વધુ માત્રામાં બને છે જેને કારણે મુત્રવાહીની માં અડચણ થવાની શક્યતા રહે છે. આ જોખમ અટકાવવા માટે કિડની અને મૂત્રાશય ને જોડતી એક નરમ પ્લાસ્ટિક ની નળી મુકવામાં આવે છે. જેને સ્ટેન્ટ(stent) કહેવાય છે.

પથરી ની સારવાર માટે આ પદ્ધતિ ખુબજ સલામત છે. અમુક વખત લીથોટ્રીપ્સી કર્યા બાદ થતા સંભવિત જોખમો કે તકલીફો માં પેશાબ માં લોહી આવવું, મૂત્રમાર્ગ માં ચેપ થવો, પથરી દુર કરવા એક કરતા વધુ વખત આ સારવાર આપવી પડવી, પથરીના ટુંકડા ઓ ને કારણે મૂત્રમાર્ગ અવરોધ થવો અને કિડની ને નુકસાન થતા લોહીના દબાણ માં વધારો થવો વગેરે છે.

આ પણ વાંચો: હાડકા અને સાંધાનો દુખાવો | Hadka Ane Sandha No Dukhavo

લોથીટ્રીપ્સી ઓપરેશન વગર પથરી દૂર કરવાની આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.

ફાયદાઓ :

સામાન્ય રીતે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર રહેતી નથી.
ઓપરેશન કર્યા વગર, દૂરબીન વગર, બેભાન કર્યા વગર પથરી નીકળી શકે છે.
દુઃખાવો ખુબજ ઓછો અથવા નહિવત જેવો થાય છે. અને બધી ઉમર ના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે.
ગેરફાયદાઓ :

બધા પ્રકારની અને મોટી પથરી માટે આ પદ્ધતિ અસરકારક નથી.
ઘણીવાર પથરી દૂર કરવા એક કરતાં વધુ વખત આ સારવાર આપવી પડે છે.
પથરી નીકળવાની સાથે દુઃખાવો કે ક્યારેક પેશાબનો ચેપ થઇ શકે છે.
મોટી પથરીની સારવાર માટે દૂરબીનની મદદથી કિડની અને મૂત્રાશય વચ્ચે ખાસ જાતની નળી (DJ Stent) મૂકવાનીજરૂર પડે છે.
લીથોટ્રીપ્સી કર્યા બાદ નિયમિત ડોક્ટર ને બતાવવું અમુક સમયે જરૂરી તપાસ કરાવવી અને ફરી પથરી ન થાય તેના માટે બધી કાળજી અને પરેજી રાખવી અત્યંત જરૂરી છે.
કિડનીની પથરીની દૂરબીન દ્વારા સારવાર (PCNL – Per Cutaneous Nephro Lithotripsy):
કિડનીની પથરી જ્યારે એક સે.મી. કરતાં વધારે મોટી હોય ત્યારે તેને દૂર કરવાની આ અઘતન અને ઉત્તમ પદ્ધતિ છે. જયારે યુરેપ્રોસ્કોપી અથવા લીથોટ્રીપ્સી દ્વારા પથરી ન નીકળે ત્યારે PCNL એ શ્રેષ્ઠ પદ્ધતિ છે.

આ પદ્ધતિમાં પડખામાં, કિડનીની જગ્યા ઉપર નાનો કાપો મૂકી, કિડની સુધી માર્ગ-કાણું બનાવી, કિડનીમાં પથરી હોય ત્યાં સુધી નળી મૂકવામાં આવે છે.
નેફ્રોસ્કોપ એ ખાસ પ્રકાર નું સાધન જેની મદદ દ્વારા પથરી જોઈ શકાય છે. આ નળીમાંથી પથરી જોઈ શકાઈ છે. નાની પથરીને શોક વેવથી ભૂકો કરી દૂર કરવામાં આવે છે.

પથરીની દૂરબીન દ્વારા સારવારથી ઓપરેશનની જરૂરિયાત ટાળી શકાય છે.

પી.સી.એન.એલ. સામાન્ય રીતે સલામત પદ્ધતિ છે. પરંતુ દરે ઓપરેશન ની જેમ આ ઓપરેશન માં પણ લોહી જવુ, ચેપ લાગવો, બીજા અવયવો ને ઈજા થવી વગેરે તકલીફો થઈ શકે છે.

સામાન્ય રીતે પેટ ખોલીને કરવામાં આવતા પથરીના ઓપરેશનમાં પીઠ અને પેટ પર લગભગ ૧૨થી ૧૫સે.મી. જેટલો લાંબો કાપો મૂકવો પડે છે પરંતુ આ આધુનિક પદ્ધતિમાં ફક્ત ૧ સે.મી. જેટલો નાનો કાપો કમર ઉપર મૂકવામાં આવે છે જેથી ઓપરેશન બાદ ટૂંકા સમયમાં દર્દી રોજિંદુ કાર્ય શરૂ કરી શકે છે.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો.

Author: Guide Team

Leave a Reply

Your email address will not be published.