ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય | આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવાના ઉપાય

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાયો |આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવાના ઉપાય|Dark Circles Dur Karwana Upay In Gujarati

જાણો ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય: આપણે બધા આપણી ત્વચાની બાબત માં ખુબ જ સજાગ રહેતા હોય છે અને તેમાં પણ ચહેરા ની બાબતમાં તો ખાસ. જો આંખો નીચે ડાર્ક સર્કલ્સ થઇ જાય છે તો તે આપણા ચહેરાની સુંદરતા ને બગડી નાખે છે. જો સમયાન્તરે તેનો ઇલાજ કરવામાં ના આવે તો ચહેરા ની રોનક ખોવાઈ જાય છે. આ ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય અજમાવવા જોઈએ, dark circles dur karwana upay in gujarati.

શું આંખ નીચેના કાળા કુંડાળા (ડાર્ક સર્કલ્સ) દુર કરી શકાય છે?

ડાર્ક સર્કલ્સની સમસ્યા આજે ઠેરઠેર જોવા મળે છે. આજના યુગમાં આ સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. જેનું મુખ્ય કારણ અનિયમિત જીવનશૈલી છે. આ ઉપરાંત ચિંતા, ક્રોધ, શોક, ઉજાગરા, ખોરાકમાં અસાવધાની વગેરે બાબતો પણ આ સમસ્યા માટે જવાબદાર માનવામાં આવે છે. આપણા શરીરમાં સાત ધાતુઓ આવેલી છે. જેમાં રસ, રક્ત વગેરે ધાતુઓનું નિર્માણ જ્યારે યોગ્ય રીતે થઈ શકતું નથી ત્યારે આ ધાતુઓનાં અભાવથી શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વોનું નિર્માણ થતું નથી.

પરિણામે ડાર્ક સર્કલ્સની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત રક્તધાતુ દૂષિત થવી કે શરીરમાં રક્તની કમી હોવી (હિમોગ્લોબીનની ઉણપ) વગેરે કારણોથી પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. તો કેટલીકવાર આંખોની નીચે હાઈપર પિગમેન્ટેશનનાં કારણે પણ તે ભાગની આસપાસની ત્વચા કાળા રંગની થઈ જાય છે.

ડાર્ક સર્કલ્સ થવાના સામાન્ય કારણો :-

આ સિવાય રાત્રિનાં ઉજાગરા, માદક કે નશીલા પદાર્થોનું સેવન, કોમ્પ્યુટર પર સતત કામ કરતા રહેવું, હસ્તમૈથુન, અત્યાધિક તનાવ વગેરે કારણો પણ આ સમસ્યા માટે જવાબદાર થઈ શકે છે. કેટલીકવાર હોર્મોન્સની વિકૃતિ, કબજિયાત, ખોરાકમાં પોષક તત્ત્વોની કમી, મધુમેહ, થાઈરોઈડ, એનીમીયા વગેરે જેવી બીમારીનાં કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી  શકે છે. વળી કેટલીકવાર યકૃત અને પ્લીહાનાં રોગોના કારણે પણ ડાર્ક સર્કલ્સની સમસ્યા સર્જાઈ શકે છે.

મહિલાઓમાં મોટાભાગે હિમોગ્લોબીનની ઉણપ અને કેલ્શિયમની કમી આ સમસ્યા માટે જવાબદાર બની શકે છે. કેટલીકવાર શ્વેતપ્રદર અથવા રક્તપ્રદરને કારણે તો ક્યારેક ગર્ભાવસ્થા કે સ્તનપાન સમયે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. મેનોપોઝ વખતે પણ હોર્મોન્સની વિસંગતતાથી આ સમસ્યાનો ભોગ મહિલાઓ બનતી હોય છે. તો ઘણીવાર વજન ઘટાડવા માટે કરવામાં આવતું ડાયેટીંગ પણ આ સમસ્યાને માટે જવાબદાર થઈ શકે છે.

કેટલીકવાર હોર્મોન્સની વિકૃતિ, કબજિયાત, ખોરાકમાં પોષકતત્ત્વોની કમી, મધુમેહ, થાઈરોઈડ, એનીમીયા વગેરે જેવી બીમારીનાં કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. વળી, કેટલીકવાર યકૃત અને પ્લીહાના રોગોનાં કારણે પણ ડાર્ક સર્કલ્સની સમસ્યા સર્જાઈ શકે છે.

મહિલાઓમાં મોટાભાગે હિમોગ્લોબીનની ઉણપ અને કેલ્શિયમની કમી આ સમસ્યા માટે જવાબદાર બની શકે છે. કેટલીકવાર શ્વેતપ્રદર અથવા રક્તપ્રદરને કારણે તો ક્યારેક ગર્ભાવસ્થા કે સ્તનપાન સમયે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. મેનોપોઝ વખતે પણ હોર્મોન્સની વિસંગતતાથી આ સમસ્યાનો ભોગ મહિલાઓ બનતી હોય છે. તો ઘણીવાર વજન ઘટાડવા માટે કરવામાં આવતું ડાયેટીંગ પણ આ સમસ્યાને જન્માવી શકે છે.

ડાર્ક સર્કલ્સ થવાના મુખ્ય કારણો :-

આંખો નીચે કાળા કુંડાળા થવા એ વારસાગત પણ હોઈ શકે છે. જો પરિવારમાં કોઈ સભ્ય ને ડાર્ક સર્કલ્સ છે તો તમને પણ થઇ શકે છે.

 1. પુરતી ઊંઘ ના થવી.
 2. જરૂરીયાત કરતા વધારે વખત સુઈ જવું.
 3. શરીર ને થાક લાગવાથી.
 4. ડાયેટ સરખી રીતે ના થવું.
 5. શરીરને જોઈતા વિટામિન્સ અને પોશાક્ત્ત્વો નાં મળતા હોય ત્યારે.
 6. વધારે મેકઅપ કરવો.
 7. ત્વચામાં સંક્રમણ થઇ જવું.
 8. વધતી ઉમરના કારણે.
 9. વધારે વખત તડકામાં રહેવાથી

ડાર્ક સર્કલ દૂર કરવા જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી :-

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય માટે ફક્ત ઘરેલું ઉપાય જ કાફી નથી તેને દૂર કરવા માટે રોજીંદા આહાર અને જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. જેવી આપણી આહાર વિહાર ની અડત એવી અસર આપણા શરીર પર પણ પડે છે. ચાલો જાણીએ આહાર માં શું વસ્તુ ખાવી જોઈએ ડાર્ક સર્કલ્સ નાં થાય એના માટે

 • જીવનને શાંતિથી માણવું, અત્યાધિક ચિંતા, તનાવ, ક્રોધ, શોક વગેરેનો ત્યાગ કરવો.
 • રાત્રે પર્યાપ્ત નિંદ્રા લેવી. શક્ય હોય ત્યાં સુધી રાત્રિ ઉજાગરા ન કરવા. – કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી એકધારું કાર્ય ન કરવું.
 • તનાવ મુક્ત રહેવા માટે નિયમિત પ્રાણાયામ, ધ્યાન વગેરે કરવું તેમજ કસરત કરવાનો આગ્રહ રાખવો.
 • કોષ્ઠ શુધ્ધ રાખવો, કબજીયાત ન રહેવા દેવી.
 • આહારમાં જંકફૂડ, તીખા-તળેલાં, મસાલાયુક્ત ખોરાકનો ત્યાગ કરવો અને પોષક તત્ત્વોથી યુક્ત ભોજન કરવું.
 • ભોજનમાં લીલા શાકભાજી, દૂધ, ફળફળાદિ વગેરેનો સમાવેશ કરવો.
 • શાકભાજીમાં બ્રોકોલી, પાલક, શક્કરીયા ગાજર, શિમલા મરચા, લાલ ગાજર, ટામેટા, વગેરે ખાવાનું રાખવું. સલાડ દરરોજ ખાવું.
 • પપૈયું, સંતરા, કેળા, સ્ટ્રોબેરી, દાડમ, જેવા રસદાર ફળોનું સેવન નિયમિત કરવું.
 • દિવસમાં ઓછામાં ઓછા ૮ થી ૯ ગ્લાસ જેટલું પાણી પીવાનો આગ્રહ રાખવો.
 • ડ્રાયફ્રુટ્સ ખાવાનું પણ રાખવું.
 • કોસ્મેટીક સાધનોનો ઉપયોગ પૂરી ખાતરી કર્યા બાદ જ કરવો
 • વિટામીન-કે યુક્ત ખોરાક ખાવાનું રાખવું વિટામીન-કે સ્વસ્થ લોહીના પરિભ્રમણ માટે ખુબ જ આવશ્યક છે. આંખોની નીચે પણ લોહીનું સંચાર થવો જરૂરી છે, જેથી કરીને ડાર્ક સર્કલ્સ થાય નહિ. આ પણ વાંચો: ઉનાળામાં રાત્રે નહાવાના અદ્ભુત ફાયદા

ડાર્ક સર્કલ દૂર કરવા આયુર્વેદોક્ત ઔષધ સારવાર :

 • આયુર્વેદ મુજબ રસ, રક્તાદિ ધાતુઓનાં સુયોગ્ય નિર્માણ માટે જઠરાગ્નિ પ્રદીપ્ત હોવો ખૂબ જરૃરી છે. જેથી સૌપ્રથમ કોષ્ઠ શુધ્ધિ કરી દીપન-પાચન ઔષધો દ્વારા અગ્નિ પ્રદિપ્ત થાય તેવી ચિકિત્સા કરવી. કોષ્ઠ શુધ્ધિ માટે ૧ ચમચી એરંડાભ્રષ્ટ હરડે ચૂર્ણ રાત્રે ગરમ પાણી સાથે લઈ લેવું.
 • કોષ્ઠશુધ્ધિ બરાબર થઈ જાય ત્યારબાદ ચિત્રકાદી વટી ૨ ગોળી ૨ વાર લેવી અથવા અગ્નિતુંડી વટી ૨ ગોળી ૨ વાર પણ લઈ શકાય છે. ત્યારબાદ નિષ્ણાતની સલાહ મુજબ રક્તશોધક ઔષધો જેવા કે, મહામંજીષ્ઠાદિ કવાથ ૨ ચમચી ૨ વાર લઈ શકાય છે. આ ઉપરાંત ખદિરારિષ્ટ, પંચનિમ્બાદિ ચૂર્ણ, કૈશોરગુગળ વગેરે ઔષધો પણ રક્તશુધ્ધિકર છે. જેનો પ્રયોગ નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ કરી શકાય છે.
 • શરીરમાં જો રક્તની ઊણપ હોય તો રક્ત વધે તે માટે લોહાસ્તવ, નવાયસ લૌહ, પુનર્નવા મંડુર છે. આમલકી ચૂર્ણનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો. શરીરમાં દુર્બળતા કે અશક્તિ લાગતી હોય તો આરોગ્યવર્ધિની વટી, ચંદ્રપ્રભાવટી, અશ્વગંધા ચૂર્ણ કે શતાવરી ચૂર્ણનો ઉપયોગ પણ નિષ્ણાતની સલાહ મુજબ કરી શકાય છે.

ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરગથ્થું ઉપાયો | Dark circles dur karna upay in gujarati :-

 • દરરોજ આંખોની આસપાસ કાચા બટેકા અથવા મૂળા નો રસ લગાવવો.
 • દાડમની છાલની પેસ્ટ બનાવીને આંખોની આસપાસ લગાવવાથી પણ ફાયદો થાય છે.
 • ખીર કાકડી ને ક્રશ કરીને તેમાંથી રસ કાઢી તેમાં ગુલાબજળ નાખી રું ની મદદથી આંખો પર મૂકી રાખો. દિવસમાં બે વખત કરવું. આમ કરવાથી ડાર્ક સર્કલ્સ સમય જતા ઓછા થઇ જાય છે.
 • દરરોજ રાત્રે સુતા પહેલા કાચા દુધમાં રું બોળીને આંખો પર રાખવું. ૧૦ મિનીટ પછી હટાવી નાખવું, અને એમને એમ જ સુઈ જવું. સવારે ચહેરા ને પાણી વડે સાફ કરી લેવો.
 • દરરોજ આંખમાં ગુલાબજળના ટીપાં અચૂક નાખવા આંખોની ચમક વધે છે.
 • બ્રેડક્રમ્સ ને દુધમાં પલાળી રાખો. તેમાં થોડાક ટીપાં બદામ ના તેલ ના નાખો અને તેને કોટન ના નવસેકા કપડામાં લઈને તે કપડા ને આંખો ઉપર ૧૫ મિનીટ રાખી મુકો. અઠવાડિયામાં ૩ વખત આ પ્રયોગ કરવાથી થોડાક જ દિવસોમાં આંખો નીચેના કાળા કુંડાળા અને કર્ચીલીઓ દૂર થઇ જશે.
 • પીપળાની છાલને દૂધમાં પીસી પેસ્ટ જેવું બનાવી આંખના કાળા ઘેરાવા પર લગાવવું.
 • હળદર, ગુલાબજળ અને મુલેડીની પેસ્ટ બનાવી ડાર્ક સર્કલ્સ પર લગાવી રાખવું. થોડા દિવસનાં પ્રયોગથી કાળા ડાઘા આછા થવા લાગશે.
 • ચંદન, ખસનું ચૂર્ણ, હળદર ને ગુલાબજળમાં મેળવી ડાર્ક સર્કલ્સ પર નિયમિત લગાવવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાશે. તનાવરહિત જીવનશૈલી અને સંયમિત આહાર-વિહાર આ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવે છે
 • કાચું બટેકુ અને ખીરા કાકડી નો રસ કાઢીને તેને આંખો ઉપર ૧૫ થી ૨૦ મિનીટ સુધી રાખી મુકવો. પછી ઠંડા પાણી વડે ધોઈ નાખવું. આંખો એકદમ રીલેક્સ થઇ જશે.
 • દરરોજ રાત્રે સુતા પહેલા બદામ ના તેલ ની માલીશ આંખોની આસપાસ કરવી.

આ પણ વાંચો: હાડકા અને સાંધાના દુખાવા ના કારણો અને આયુર્વેદિક ઉપચાર

એરંડિયા તેલની મદદથી :-

વાળ અને ત્વચા માટે એરંડિયા તેલનો ઉપયોગ વર્ષો થી કરવામાં આવે છે. એરંડિયું તેલ ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય માં ટામેટા નો ઉપયોગ :-

ટામેટા દરેક ઘરની રસોઈમાં વપરાય છે. સ્વાસ્થ્ય ની સાથે સાથે તે આપણી ત્વચા માટે પણ ખુબ જ લાભકારી અને ગુણકારી છે. ત્વચા મેં તે અનેક ફાયદાઓ પહોચાડે છે. ડાર્ક સર્કલ ને દૂર કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

એક ચમચી ટામેટા ના રસમાં એક નાની ચમચી લીંબુ નો રસ મિક્ષ કરીને હળવે હાથે આંખોની આસપાસ લગાવવું. લગભગ ૧૦ મિનીટ સુધી લગાવી રાખીને ઠંડા પાણી વડે ધોઈ લેવું. લગભગ ૨-૩ અઠવાડિયા સુધી નિયમિત આ પ્રયોગ કરતા રહેવાથી અવશ્ય પરિણામ મળે છે. જો તમારી ત્વચા એકદમ સેન્સીટીવ છે તો લીંબુ નો ઉપયોગ કરવો નહિ. તેની જગ્યા એ ગુલાબજળ નાખી શકાય છે.

ટામેટા માં લાઈકોપીન નામનું તત્વ હોય છે. લાઈકોપીન એક પ્રકારનું ફાઈટોકેમિકલ છે જે આપણી ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ છે. જે આપણી ત્વચાને સૂર્યની હાનીકારક કિરણો થી રક્ષણ પૂરું પાડે છે.

બીજી આયુર્વેદિક post વાંચો

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય માં ગુલાબજળ નો ઉપયોગ :-

ગુલાબજળ નો ઉપયોગ વર્ષો થી સ્કીન ની સમસ્યાઓ દૂર કરવા માટે થતો આવ્યો છે. ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે ગુલાબજળ નો આ રીતે ઉપયોગ કરવો.

ગુલાબ જળ માં રૂ નું નાનું પૂમડું બોળીને આંખોની આસપાસ લગભગ ૧૦-૧૫ મિનીટ સુધી રાખી મુકવું. પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો.

ગુલાબજળમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે આપણી ત્વચાને મજબુત બનાવવાનું કામ કરે છે. ડાર્ક સર્કલ્સ માં ગુલાબજળ નો ઉપયોગ કરવાથી ખુબ જ સારું પરિણામ મેળવી શકાય છે.

આ પણ વાંચો: ખીલ થવાના કારણો | ખીલ દૂર કરવાના ઉપાયો | khil dur karvana upay

બદામ નું તેલ ડાર્ક સર્કલ્સમાં :-

આપને બધા એ તો જાણીએ જ છીએ કે સારા સ્વાસ્થ્ય માટે બદામ ખાવી ખુબ જ ફાયદાકારક છે. તેવી જ રીતે બદામ નું તેલ પણ ખુબ જ ગુણકારી છે. વાળ અને

ત્વચા બન્ને માટે બદામ નું તેલ ખુબ જ અસરકારક સાબિત થાય છે.

બદામ ના તેલ ના થોડાક ટીપા લઈને આંખોની આસપાસ લગાવી હળવે હાથે મસાજ કરો. રાત્રે સુતા પહેલા લગાવવું.

બદામ નું તેલ અનેક પોષક તત્વો થી ભરપુર છે. તે આપણી ત્વચા ની રંગત નિખારવામાં ખુબ જ કામ આવે છે. તેમાં રહેલા એમોલીએન્ટ ગુણ ત્વચા ને સોફ્ટ બનાવે છે અને નીખર લાવે છે. ખાસ નોંધ લેવું કે ત્વચા માટે નું જે બદામ નું તેલ આવે છે એ તેલ નો જ ઉપયોગ કરવો.

ડાર્ક સર્કલ દુર કરવા માં ગ્રીન ટી નો ઉપયોગ :-

ગ્રીન ટી બેગ લઈને તેને થોડી વાર પાણીમાં રાખી મુકો અને પછી તેને ફ્રીઝમાં જમવા મૂકી દો. બરફ જામી જાય એટલે એ ટી બેગ ને આંખોની નીચે ૧૫ મિનીટ સુધી રાખી મુકો ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઈ લો. જ્યાં સુધી આંખો નીચેના કાળા કુંડાળા ઓછા થવા ના લાગે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.

ગ્રીન ટી માં પોલીફેનોલ હોય છે જે એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લા મેન્ટ્રી જેવું કામ કરે છે. આ ગુણો ત્વચા ને સુરજની કિરણો સામે રક્ષણ પૂરું પાડે છે.

ઓલીવ ઓઈલ ની મદદથી ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય :-

ઓલીવ ઓઈલ આજે દરેક ઘરમાં વપરાય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ તો છે સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ગુણકારી છે. ઓલીવ ઓઈલ નો ઉપયોગ ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે પણ કરી શકાય છે.

થોડાક ટીપાં ઓલીવ ઓઇલના લઈને તેમાં ચપટી હળદર નાખી મિક્સ કરીને હળવા હાથે આંખો ની આસ પાસ માલીશ કરો. દરરોજ રાત્રે સુતા પહેલા ઓલીવ ઓઈલ લગાવવું.

ઓલીવ ઓઈલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લા મેન્ટ્રી ગુણો હોય છે. સાથે સાથે તેમાં અનેક પ્રકારના મિનરલ્સ પણ હોય છે જે ત્વચા ને હેલ્ધી બનાવે છે અને ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં મદદ કરે છે.

ડાર્ક સર્કલ દુર કરવા બટેટા નો ઉપયોગ :-

બટેટા નો ઉપયોગ આપને સ્કીન સબંધિત અનેક સમસ્યાઓમાં કરી શકીએ છીએ જેમની એક ડાર્ક સર્કલ્સ પણ છે. ડાર્ક સર્કલ્સ ને દૂર કરવા માટે એક નાનું કાચું બતેતું લઇ તેને છીણી તેનો રસ કાઢીને તેમાં રૂ બોળી આંખ ની આસ પાસ ૧૫-૨૦ મિનીટ લગાવી રાખો. ત્યાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લો. લગાતાર બે થી ત્રણ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરતા રહેવાથી ડાર્ક સર્કલ્સ ઓછા થતા જોવા મળે છે.

ડાર્ક સર્કલ દુર કરવા કાકડી નો ઉપયોગ :-

કાકડી અનેક પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. ઉનાળામાં તેનું સેવન અર્વાથી શરીર ઠંડુ રહે છે અને પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. કાકડી ને છીણી ને તેને આંખો પર ૧૦-૧૫ મિનીટ સુધી લગાવી રાખો. જ્યાં સુધી ડાર્ક સર્કલ્સ ઓછા નથી થઇ જાતા ત્યાં સુધી કાકડી નો આ પ્રયોગ કરતા રહેવો.

એલોવેરા દ્વારા ડાર્ક સર્કલ્સ દૂર કરવાના ઉપાય :-

એલોવેરા એક એવું નાનું છોડ છે જે અનેક ગુણો નો ભંડાર છે. તે ત્વચા ની સાથે સાથે અનેક બીમારીઓમાં રામબાણ ઇલાઝ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા થી લઈને પાચન શક્તિ મજબુત બનાવવી હોય તો પણ એલોવેરા નો ઉપયોગ કરવામાં આવે છે. આંખો નીચેના કાળા કુંડાળા ઓછા કરવા માટે એલોવેરા નો ઉપયોગ અવશ્ય કરવો.

તાજી એલોવેરાનો નાનો ટુકડો કાપીને તેમાંથી જેલ કાઢી તેને રૂં અથવા આંગળીની મદદ થી આંખોની આસ પાસ લગાવી લો. દરરોજ સવારે અથવા રાત્રે સુતા પહેલા લગાવી શકાય છે. એલોવેરા આપણી ત્વચાને હાઈદ્રેટ કરે છે તેમાં રહેલા પોષક તત્વો એન્ટીસેપ્ટિક નું કામ કરે છે.

આ પણ વાંચો: Health Insurance Plans Full Detail

લોકો ને મુજ્વતા પ્રશ્નો

ડાર્ક સર્કલ શા કારણે થાય છે?

પુરતી ઊંઘ ના થવી, જરૂરીયાત કરતા વધારે વખત સુઈ જવું, શરીર ને થાક લાગવાથી, ડાયેટ સરખી રીતે ના થવું, શરીરને જોઈતા વિટામિન્સ અને પોશાક્ત્ત્વો નાં મળતા હોય ત્યારે, વધતી ઉમરના કારણે. વધારે મેકઅપ, મુખ્ય કારણ છે.

ડાર્ક સર્કલ દુર કરવા શું ખાવું જોઈએ?

ખીરા કાકડી,તરબૂચ, ટામેટા,તલ નું સેવન ડાર્ક સર્કલ ની સમસ્યામા ખાવાથી ખુબજ ફાયદો કરે છે.

Disclaimer:

અહીં આપેલ માહિતિ માત્ર સામાન્ય જાણકારી માટેની છે એનો ઉપયોગ તમારા ડોકટરની સલાહ વગર કરવો નહીં. અહીં આપેલી માહિતિ અધૂરી, ભૂલવાળી કે જુની હોઈ શકે છે. માટે તમારા ડોકટરની સલાહ મુજબ જ કોઇ પણ સારવાર કે જીવનશૈલીના ફેરફારો કરવા.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Author: Guide Team

Leave a Reply

Your email address will not be published.