આધાશીશી માઈગ્રેન વિશે માહિતી | માઈગ્રેન – આધાશીશી નો ઉપચાર

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ આધાશીશી માઈગ્રેન વિશે. જેમાં અમે લાવ્યા છીએ , આધાશીશી ના લક્ષણો – માઈગ્રેન ના લક્ષણો, માઈગ્રેન થવાના કારણો – આધાશીશી થવાના કારણો, માઈગ્રેન નો ઉપચાર – આધાશીશી નો ઉપચાર, આધાશીશી નો ઈલાજ, migraine no upay, migraine ni dawa gujarati ma

આધાશીશી માઈગ્રેન વિશે માહિતી | આધાશીશી વિશે માહિતી |માઈગ્રેન વિશે માહિતી

આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં ટેન્શન, ડીપ્રેશન માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ સામાન્ય થઇ ગઈ છે. માઈગ્રેન એટલે આધાશીશી. જેને અધકપારી પણ કહે છે એ આજકાલ વધારે જોવા મળતું હોય છે. આજકાલ ના જમાનામાં પુરુષો કરતા સ્ત્રીઓમાં આધાશીશીની સમસ્યા વધારે જોવા મળે છે. માઈગ્રેન લગાતાર થતો દુખાવો નથી તે થોડી થોડી વારે માથું દુખે એવો દુખાવો છે. તેના લક્ષણો માં ઝાડા, ઉલટી અને આંખોમાં દર્દ થવું છે. અધાશીશીના દર્દમાં વધારે પડતી એલોપેથી દવાઓ ખાવી યોગ્ય નથી તેનો પ્રાકૃતિક રીતે ઇલાઝ કરવો જોઈએ.

આધાશીશી માઈગ્રેન
આધાશીશી માઈગ્રેન

આધાશીશી માઈગ્રેન વિશે જાણો

 • માઈગ્રેન ( આધાશીશી ) એ ખૂબ જ જૂનો અને જાણીતો રોગ છે. વારંવાર / અવારનવાર માથાનો ચોક્કસ પ્રકારનો દુખાવો થવો તે આ રોગની ખાસિયત છે.
 • મહદ્‌અંશે તે અર્ધામાથામાં થતો હોવાથી તેને આધાશીશી પણ કહેવાય છે
 • માઈગ્રેન મોટાભાગે ૨૫-૫૫ વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. તેમ છતા બાળકોમાં આ રોગ થવાની શક્યતા નકારી શકાય નહી.
 • ૧૫-૨૦% સ્ત્રીઓમાં  અને ૯-૧૦% પુરુષોમાં જોવા મળે છે

આ પણ વાંચો: ખીલ થવાના કારણો | ખીલ દૂર કરવાના ઉપાયો | khil dur karvana upay

આધાશીશી ના લક્ષણો | માઈગ્રેન ના લક્ષણો :-

આમ તો આપણે બધાને ક્યારેક ને ક્યારેક માથાનો દુઃખાવો થતો જ હોય છે. એવામા એ નક્કી કરવું મુશ્કિલ થઇ જાય છે કે એ સામાન્ય દુખાવો છે કે માઈગ્રેન ન દુઃખાવો. માઈગ્રેન ની ઓળખ ‘ઓરા’ થી થાય છે ઓરા એટલે એ દ્રષ્ટિ સબંધી સમસ્યા છે. જેમાં આપણને ઓછું દેખાવાનું શરુ થાય છે. જેમાં દર્દીને ઓછું દેખાવા મંડે છે, આડી અવળી લાઈન દેખાવા મંડે છે, આંખ ની સામે અંધારા આવી જાય છે, સ્કીન માં ચુભન થાય છે, આંખની નીચે કાળા કુંડાળા થઇ જાય છે, સ્વભાવ ચીદ્ચીડો થઇ જાય છે.

 • માથાનો આ દુઃખાવા મોટાભાગે, અડધા માથામાં (જમણી / ડાબી બાજુ) થતો હોવાથી આધાશીર કહેવાય છે. પણ બંને બાજુ પણ થઈ શકે છે. એક તરફથી આંખ / કપાળના ભાગે પણ થઈ શકે છે.
 • સબાકા / સણકા / લબકારા થાય.
 • પ્રકાશ અને અવાજ સહન ન થાય.
 • દુઃખાવો ૪ થી ૭૨ કલાક સુધી તકી રહે.
 • ઘણીવાર ઊબકા/ઊલ્ટી થાય. ઊલટી થવાથી ઘણા દર્દીને દુઃખાવામાં રાહત થાય છે.
 • આંખ સામે ઝબકારા કે અંધારા આવી શકે.
 • મહિનામાં આશરે ૧ થી ૬ વાર થઈ શકે.જો યોગ્ય સારવાર ન લેવાય તો પછી તે ભવિષ્યમાં દરરોજ (Transformed Migraine) થઈ શકે છે

માઈગ્રેન એક ન્યુરોલોજીકલ સમસ્યા છે. તેમાં ધીમે ધીમે માથાની એક સાઈડ દુખવા લાગે છે, આખું માથું દુખતું નથી. આ દુઃખાવો અડધા કલાક અથવા વધારે માં વધારે ત્રણ દિવસ સુધી રહેતો હોય છે. માથાના દુખાવાની સાથે સાથે ઝાડા, ઉલટી, ગેસ્ટ્રીક ની સમસ્યા પણ થઇ શકે છે. વધારે પડતો પ્રકાશ, વધારે પડતા ઘોંઘાટ થી સ્વભાવ ચીડચીડો થઇ જાય છે. આમાંથી કોઈપણ એક કારણ ને ઓળખીને માઈગ્રેન ની ઓળખાણ કરી શકાય છે.

આ પણ વાંચો: ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય | આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવાના ઉપાય

માઈગ્રેન થવાના કારણો | આધાશીશી થવાના કારણો :-

આ રોગ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.તો પણ એવું માનવામાં આવે છે કેઃ

મગજમાં દુઃખાવાનું નિયંત્રણ કરતાં કેન્દ્રો ( Trigeminal Vascular System ), કે જે મગજમાં લોહી પહોંચાડતી નળીઓના સંકોચન અને ફુલાવાની ક્રિયાનું નિયમન કરતા હોય છે, તેમાં રસાયણ અને તરંગોની અસ્થિરતાઊભી થવાને કારણે આધાશીશી થાય છે.

 1. આ અસ્થિરતા તાસીર પર આધારિત હોય છે
 2. મોટાભાગનાં દર્દીઓમાં આનુવંશિક હોય છે. આ ઉપરાંત

ઘણાં બધાં કારણો તરંગોની અસ્થિરતા ઊભી કરી શકે છે જેવાં કે.

 • શરીર ને લગતાં કારણો : ઊજાગરો, ઉપવાસ / એક્ટાણાં કરવાથી, વધુ પડતી ઊંઘથી, માનસિક તાણ / ચિંતા, મેનોપોઝ / માસિક દરમિયાન, નિયમિત રોજિંદી ક્રિયાઓના સમયમાં ફેરફાર, પ્રવાસ વગેરે શારીરિક કારણે માઈગ્રેનને આમંત્રે છે.
 • વાતાવરણને લગતાં કારણો : ઘોંઘાટ, સૂર્ય પ્રકાશ, ઋતુમાં ફેરફાર / ભેજવાળુ વાતાવરણ, તીવ્રવાસ વગેરે.
 • ખોરાકને લગતાં કારણો : આલ્કોહોલ, ચીઝ-ચોકોલેટ, ખાટાં ફળો, ઘી / તેલવાળો ખોરાક, આથાવાળી વસ્તુ, ચાઈનીઝ ફૂડ, કોફી વગેરે
 • તણાવ ભર્યું જીવન માઈગ્રેન નું મુખ્ય કારણ છે. તણાવ ભર્યું જીવન ધીમે ધીમે માઈગ્રેન નું સ્વરૂપ ધારણ કરી લે છે. સામાન્ય સંજોગોમાં તણાવ ભર્યા માહોલમાં રાહેવાથી માથાનો દુખાવો વધી જાય છે અને બ્લડપ્રેશર વધી જતું હોય છે.
 • હોરમોનલ ફેરફાર માઈગ્રેન નું એક કારણછે. આવું ખાસ કરીને સ્ત્રીઓમાં વધારે જોવા મળતું હોય છે.
 • અસંતુલિત ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી જેમકે, બીયર, રેડ વાઈન, ચોકલેટ, પનીર, મોનોસોડીયમ, વગેરે કેફીન પદાર્થો નું સેવન કરવાથી માઈગ્રેન થાય છે.
 • આપણી સુવા ઉઠવાની પ્રકિયામાં તદ્દન ફેરફાર થઇ જવો પણ માઈગ્રેન નું કારણ બની શકે છે. શરીરને પુરતી ઊંઘ આપવી જરૂરી છે.
 • વધારે પરિશ્રમ કરવાથી શરીર ને થાક લાગે છે અને એ થાક ને અનુરૂપ આપણે જો શરીરને આરામ નથી આપતા તો માથાનો દુખાવાની સમસ્યા થઇ જાય છે.

આ પણ વાંચો: ઉનાળામાં રાત્રે નહાવાના અદ્ભુત ફાયદા

આધાશીશી માઈગ્રેનના હુમલા દરમ્યાન લેવાના ઔષધો / દવા

 • આ દવાઓમાં મોટે ભાગે દુઃખાવાની દવા (pain killer) હોય છે.
 • આ દવા માથું અતી દુઃખે ત્યારે જ લેવાની હોય છે. જે જરૂર મુજબ દિવસમાં બે થી ત્રણ વાર લઈ શકાય.
 • ડૉક્ટરને મહિનામાં કેટલીવાર આ દવાઓ લેવી પડે છે તે જણાવવું.
 • જો મહિનામાં ૧૦ થી વધારે ગોળીઓ ખાવી પડે તો તરત ડૉક્ટર ને બતાવવું.
 • આધાશીર માટે જ, ખાસ પ્રકારની દુઃખાવાની દવાઓ પણ ઉપલબ્ધ  છે.

હુમલાને આવતો અટકાવવા માટેના ખાસ ઔષધો / દવા

આવી દવાઓની જરૂરિયાત નીચેના દર્દીઓમાં પડે છે.

 • જે દર્દીને મહિનામાં ત્રણ કે તેથી વધુ વાર દુઃખાવો થતો હોય.
 • મહિનામાં ત્રણ કે તેથી વધુ દિવસ આધાશીશીના કારણે રોજિંદી ક્રિયા ન કરી શકતા હોય.
 • હુમલા દરમ્યાન લેવાની દવા અઠવાડિયામાં બે થી વધુ વાર લેવી પડતી હોય / અસર ન થતી હોય.
 • એવી આધાશીશીનો પ્રકાર કે જેનાથી મગજને નુકસાન પહોંચવાની શક્યતા હોય.
 • આ દવાનો કોર્ષ ૬ મહિનાથી ૧ વર્ષ સુધીનો હોય છે, જે દર્દીને રાહત થયા બાદ ધીમે ધીમે બંધ થાય છે.
 • આ દવાઓથી દુખાવો હંમેશાં માટે સંપૂર્ણ નાબૂદ થતો નથી. પરંતુ હળવો / નબળો તથા નડે નહીં તેવો થાય છે.
 • આ કોર્ષ કરવાથી દુખાવાની દવાનો વધુ પડતો ઉપયોગ ટાળી શકાય છે, રોજનો દુઃખાવો ટાળી શકાય છે.

આ પણ વાંચો: હાડકા અને સાંધાનો દુખાવો | Hadka Ane Sandha No Dukhavo

માઈગ્રેન ના દુખાવાને દૂર કરવાના ઘરગથ્થું ઉપાયો :-

માઈગ્રેન નો ઉપચાર લેવેન્ડર નું તેલ | migraine no upay levondar nu tel :-

લેવેન્ડર નું તેલ અત્યંત સુગંધી તેલ છે. આ તેલ માઈગ્રેનની સમસ્યા દૂર કરવા માટે કરગર સાબિત થઇ શકે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં ૨ ટીપા લેવેન્ડર ના તેલના નાખીને તે પાણી પી જવું. આ પાણી પીવાથી માઈગ્રેન નો દુખાવો આપોઆપ મટી જાય છે.

આધાશીશી નો ઉપચાર શતાવરી ચૂર્ણ દ્વારા :-

શતાવરી ચૂર્ણને આયુર્વેદમાં અનોખું સ્થાન આપેલ છે. તેને ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તે અધાશીશીના દુખાવાને ઓછું કરવા માટે ફાયદેમંદ માનવામાં આવે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી શતાવરી ચૂર્ણ નાખીને તે પાણી દરરોજ પીવું. નિયમિત રીતે આમ કરવાથી આધાશીશીનો દુખાવો અમુક જ સમય માં દૂર થઇ જાય છે.

માઈગ્રેન નો ઉપચાર તલના તેલ ની માલીશ | migraine no upay tal na tel ni malish dwara :-

સામાન્ય રીતે આપણે માથું દુખે એટલે માલીશ કરતા હોઈએ છીએ, જેથી કરીને આપણને થોડો આરામ મળે. માલીશની ક્રિયા આયુર્વેદિક પ્રક્રિયામાં ખુબ કરવામાં આવે છે. તેમાં શરીરપર ગરમ તેલ નાખીને મસાજ કરવામાં આવે છે. અધાશીશીના દર્દમાં તલના તેલ ની માલીશ દ્વારા ખુબ જ ફાયદો થાય છે.

આધાશીશી નો ઉપચાર આદુ ના ઉપયોગ દ્વારા :-

આદુને એક ગુણકારી ઔષધી માનવામાં આવે છે. આદુના ઉપયોગ દ્વારા માઈગ્રેન ના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આદુની ચાય માઈગ્રેન ના દુખાવામાં ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. આદુની ચાય બનાવવામાં તેમાં થોડુક મધ અને લીંબુ નાખીને બનાવવી.

અશ્વગંધા નો ઉપયોગ માઈગ્રેનમાં :-

અશ્વગંધા એક પ્રભાવશાળી જડીબુટ્ટી છે જે શરીર ની અનેક બીમારીઓ મટાડે છે તેમની એક માઈગ્રેન પણ છે. અશ્વગંધા ચૂર્ણને દૂધ સાથે પીવાથી શરીરને તાકાત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. અધાશીશીમાં આ જડીબુટ્ટી ખુબ જ કામ આવે છે. આ જડીબુટ્ટી દિમાગની ચિંતા ને દુર કરે છે અને મગજ ને શાંત રાખવામાં મદદ કરે છે. અશ્વગંધાના મૂળને દૂધ માં નાખીને ઉકાળીને તે દૂધ પીવાથી આધાશીશી નો દુખાવો ધીમે ધીમે ઓછો થતો જાય છે.

આધાશીશી નો ઉપચાર સફરજન નું વિનેગર માઈગ્રેનમાં :-

સફરજન નું વિનેગર નાની મોટી અનેક બીમારીઓ માં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં અનેક ઔષધીય ગુણો ભરેલા છે. સફરજનના વિનેગારમાં પોટેશીયમની માત્રા હોય છે. જે માથાના દુખાવાને ઓછું કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ, એક ચમચી વિનેગર અને થોડો લીંબુનો રસ નાખીને પીવાથી આધાશીશીના દુઃખાવામાં અચૂક ફાયદો થાય છે.

આધાશીશી નો ઈલાજ કેસર ના ઉપયોગ દ્વારા :-

કેસરમાં અનેક પ્રકારના પોશાક્ત્ત્વો અને ખનીજ મળી રહે છે. અધાશીશીના દુખાવા થી રાહત મેળવવા માટે કેસરનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. એક ચમચી ગાયના ઘીમાં થોડીક જ કેસર નાખીને ઘોળીને તે ઘી ના ટીપા નાકમાં નાખવા. આ પ્રક્રિયા દિવસમાં ૨ વાર કરવી.

આધાશીશી નો ઈલાજ તુલસી ના ઉપયોગ દ્વારા | migraine no upay tulsi :-

આયુર્વેદમાં તુલસીને ખુબ જ પવિત્ર અને ઉપયોગી ઔષધી માનવામાં આવે છે, આયુર્વેદિક ઔષધી બનાવવામાં તુલસીનો મોટા પાયે ઉપયોગ થતો આવ્યો હ્હે. તુલસી આપણા મગજને શાંત રાખે છે, તુલસી ની ચાય બનાવીને પીવાથી માઈગ્રેન માં ખુબ જ રાહત મળે છે.

આધાશીશી નો ઈલાજ પીપરમીંટ ના ઉપયોગ દ્વારા :-

પીપરમીંટ માં સુજન ને ઓછો કરવાનો ગુણ સમાયેલો છે. સાથે સાથે તે મગજ ને શાંત રાખવામાં પણ મદદ કરે છે.આદું અને તુલસીની ચાય ની જેમ જ પીપરમીંટ ની ચાય બનાવીને પીવાથી આધાશીશી નો દુઃખાવો ઓછો કરી શકાય છે.

પીપરમીંટ નું તેલ પણ બજારમાં મળે છે. અડધા ગ્લાસ પાણીમાં તે તેલના ૧-૨ ટીપાં અને એક ચમચી મધ નાખીને તે પાણી પીવાથી રાહત રહે છે.

આ તેલ વડે માથામાં માલીશ કરવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.

આધાશીશી ની દવા તરીકે કોફી :-

ઘણી એવી વ્યક્તિઓ પણ હોય છે જેઓને માથું દુખતું હોય ત્યારે કોફી પીવાથી તરત જ આરામ મળી જાય છે, કોફીમાં રહેલ કેફીન માઈગ્રેન ના દુખાવા માં રહેલ એડેનોસાઈન ના પ્રભાવ ને ઓછું કરે છે. વધારે કેફીન યુક પદાર્થ આપણી સેહત અતે સારા નથી પરંતુ માત્ર એક કપ કોફી પીવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે.

માઈગ્રેન નો ઉપચાર સુકા ધાણા ના ઉપયોગ દ્વારા :-

સુકા ધાણા નો ઉપયોગ ભોજન ને સ્વાદિષ્ટ બનાવવામાં પ્રાચિનકાળ થી થાય છે. ધાણા આપણા ખોરાકને પચાવવામાં મદદરૂપ છે. ધાણા નો ઉપયોગ રસોઈની સાથે સાથે માથાના દુઃખાવો એટલે કે આધાશીશી માં વર્ષો થી થતો આવ્યો છે. આખા ધાણા ની બનાવેલી ચાય પીવાથી માઈગ્રેન નો દુખાવો ઓછો કરી શકાય છે.

આધાશીશી ની દવા તરીકે આઈસ પેક નો ઉપયોગ :-

આધાશીશી ના કારણે માંસપેશીઓ સુજી જાય છે તેમાં રાહત મેળવવા માટે અઈસ્પેક ખુબ જ ફાય્દેમાન સાબિત થાય છે. એક નાના સાફ નેપકીન માં થોડાક બરફ ના ટુકડા નાખીને માથા અને ગરદનની પાછળ વારાફરથી ૧૦-૧૫ મિનીટ રાખો. ખુબ જ રાહત મળે છે. તમે પીપરમીંટ નું તેલ બરફ ના ટુકડા પર નાખી શકો છે. તે પણ ઉપયોગી થાય છે.

માઈગ્રેનનાં દર્દીએ રાખવાની કાળજી

 • નિયમિત દવા લેવી, ઉપવાસ / ઉજાગરા ન કરવા.
 • તડકામાં જવાનું ટાળવું / ગોગલ્સ પહેરીને જવું.
 • માથાના દુઃખાવાની અને હુમલા દરમ્યાન લેવાનાં ઔષધોની વિસ્તૃત નોંધ રાખવી.
 • આહારમાં નિયમિતતા રાખવી, માથાનો દુઃખાવો થાય ત્યારે ૨૪ કલાક પહેલાં લીધેલા ખોરાકની નોંધ રાખવી અને જે ખોરાકથી દુઃખાવો થતો હોય તે લેવો નહીં.
 • યોગાસન / પ્રાણાયામ કરવાં.
 • ખટાશ / અથાણાં / ડુંગળી / આથાવાળી વસ્તુ (બ્રેડ / ઇડલી / ઢોકળા વગેરે) / ચીઝ / મેગી / ચાઈનીઝ / ચોકલેટ્સ વગેરે લેવા નહીં.  બધાં દર્દીઓની તાસીર અલગ હોય છે ઉપર જણાવેલી જે વસ્તુ થી માથું દુઃખે તે ન ખાવી, બીજી વસ્તુઓ લઈ શકાય.

માઈગ્રેન – આધાશીશી થી બચવાના ઉપાયો :-

માઈગ્રેન થી બચવા માટે અથવા તો એમ કહીએ કે તે થાય જ નહિ તેના માટે આપણે આપણી જીવનશૈલી માં બદલાવ કરવો ખુબ જ જરૂરી છે. એવા જ અમુક બદલાવ નીચે આપ્યા છે જે કરવાથી મહદઅંશે માઈગ્રેન ના દુખાવાથી બચી શકાય છે.

તાપમાન માં થતા બદલાવ થી હમેશા બચો. જેમકે તમને જો ઠંડા વાતાવરણ માં રહેવાની આદત છે તો જયારે બહાર ખુબ જ ગરમી છે તો તરત જ બહાર નીકળવાનું ટાળો.

ગરમીની સિઝનમાં ડાયરેક્ટ સનલાઈટ માં નીકળવાનું ટાળો અથવા છ્ત્રિઅથ્વ સનગ્લાસીસ પહેરીને નીકળો.

દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવાનું અચૂક રાખો. શરીર માં પાણીની ઉણપ નહિ હોય તો આપણે અનેક સમસ્યાઓથી બચી શકાય છે.

વધારે પડતું મરચું ખાવું નહિ, બ્લડપ્રેશર હોય તો તે મેઈનટેન રાખો.

દરરોજ સવારે વોક પર જવાનું રાખવું, યોગાસન કરવા, દરરોજ ૧૦ મિનીટ મેડીટેશન કરવું.

માઈગ્રેન ના દર્દીઓએ તરલ પદાર્થો નું સેવન ખુબ જ કરવું જેમકે, સૂપ, લીંબુ પાણી, નારિયેળ પાણી, છાશ, લસ્સી વગેરે.

ફળ અને લીલા શાકભાજી વધારે ખાવા. આલ્કોહોલ અને ચોકલેટ ના સેવન થી બચવું.

વ્યાયામ શરીરને સ્ફૂર્તિ અને ચુસ્તી આપે છે. વ્યાયામ કરવાથી માઈગ્રેન ની તીવ્રતા ઓછી કરી શકાય છે.

Health Insurance Plans Full Detail

માઈગ્રેન ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

માઈગ્રેન થી શું ખતરો છે ?

માઈગ્રેનથી ઊંઘ નાં આવવાની પરેશાની થાય છે, બ્રેઈન સ્ટ્રોકનો ખતરો રહે છે.

માઈગ્રેન થવાના કારણો શું છે ?

આમ તો માઈગ્રેન ના કોઈ સચોટ કારણ નથી પરંતુ કહી શકાય છે, માથામાં રસાયણ, આપણી નાડીઓ અને રક્ત કોશિકાઓ માં પરિવર્તન આવવાને કારણે થાય છે.

આધાશીશી માં શું ખાવું જોઈએ નહિ ?

આધાશીશીમાં વધારે પડતા કેફી દ્રવ્યોનું સેવન કરવું જોઈએ નહિ. ચાય, કોફી, ચોકલેટ, એવી અમુક વસ્તુઓનું સેવન ઓછું કરી નાખવું જોઈએ.

માઈગ્રેન માં કઈ દવા લેવી જોઈએ ?

માઈગ્રેન ના દુખાવા સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક દવાઓ લેવી ખુબ જ હિતાવહ માનવામાં આવે છે. તુલસીના તેલ નો ઉપયોગ કરવાથી અથવા તુલસીની બનેલી ચાય પીવાથી માઈગ્રેન નો દુઃખાવામાં ઝડપ થી રાહત મળી જાય છે.

Author: Guide Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *